Thursday, October 29, 2026
HomeGujaratખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ

ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ

મોરબી: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોરબી જીલ્લાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે જીલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ રમત સ્પર્ધાઓ યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સ્પર્ધામાં કુલ ૨૧ પ્રકારની દિવ્યાંગ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં સંપૂર્ણ દ્રષ્ટિહીનતા, ઓછી દ્રષ્ટિ, બહુવિધ અપંગતા, હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, શ્રવણ ક્ષતિ, વાણી અને ભાષાની અક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા, માનસિક બીમારી, હલનચલનની વિકલાંગતા, ઠીંગણાપણું, એસિડ એટેક પીડિત તથા અન્ય માન્ય કેટેગરીઓનો સમાવેશ થાય છે.

સ્પર્ધાઓમાં ખેલાડીની દિવ્યાંગતા અને વયજૂથ અનુસાર એથ્લેટિક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાઇકલિંગ, પાવરલિફ્ટિંગ તથા વિવિધ થ્રો અને જમ્પ ઇવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.

વયજૂથ દિવ્યાંગતાની કેટેગરી મુજબ અલગ-અલગ રહેશે. તેમાં જુનિયર, સિનિયર, ઓપન એજ તથા ૩૫ વર્ષથી ઉપરના વયજૂથનો સમાવેશ થાય છે.

રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : ૦૫/૧૧/૨૦૨૬

સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીએ માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા જરૂરી ઓળખ/આધાર પુરાવા સાથે રાખવાના રહેશે. આથી મોરબી જીલ્લાના તમામ પાત્ર દિવ્યાંગ ખેલાડીઓ, શાળાઓ, સંસ્થાઓ તથા વાલીઓને વધુમાં વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવી સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!