Thursday, October 29, 2026
HomeGujaratમોરબીમાં કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઈ

મોરબીમાં કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઈ

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રમ – રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ

- Advertisement -
- Advertisement -

મોરબી: રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત મોરબી જીલ્લામાં પણ જીલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ દરમિયાન મોરબીથી મંત્રીઓએ જીલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં.

આ બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સંબંધિત અધિકારીઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!