Thursday, October 29, 2026
HomeGujaratમોરબીના બેલા ગામ નજીકથી રૂ. ૧૮.૧૬ લાખના વિદેશી દારૂ બિયર ભરેલા ટ્રક...

મોરબીના બેલા ગામ નજીકથી રૂ. ૧૮.૧૬ લાખના વિદેશી દારૂ બિયર ભરેલા ટ્રક સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સકંજો કસવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર સામે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક મહિન્દ્રા ટ્રક ઝડપી પાડ્યો છે. તા. ૨૯/૧૦/૨૦૨૬ના રોજ હાથ ધરેલી આ કાર્યવાહીમાં પોલીસે રૂ. ૧૮,૧૬,૩૯૬/- નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે અને પ્રતીકભાઈ જીવાભાઈ સોલંકી (રહે. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ટ્રક મંગાવનાર ધ્રુવ પરમાર (રહે. મોરબી) સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

આ દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની શીલપેક બોટલો નંગ ૯૨૪ (કિંમત રૂ. ૪,૮૩,૩૯૬/-), બિયરના ૫૦૦ મિલીના ટીન નંગ ૨૬૧૬ (કિંમત રૂ. ૩,૨૭,૦૦૦/-), એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦/-), તાડપત્રી (કિંમત રૂ. ૧,૦૦૦/-) અને મહિન્દ્રા કંપનીનો ટ્રક (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-) જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!