માળીયા(મી) પોલીસ દ્વારા સરવડ ગામમાં દરજીની દુકાનમાં અને જૂના અંજીયાસરમાં જાહેરમાં તીનપત્તીના જુગાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. બંને સ્થળેથી કુલ નવ શખ્સોને ઝડપી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
માળીયા(મી) પોલીસ દ્વારા ગઈકાલ તા.૨૮ ઓક્ટો.ના રોજ જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરવડ ગામમાં હરીભાઈ પીઠડિયાની દરજીની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતાં જ્યાં જુગાર રમતા હરીભાઈ વલમજીભાઈ પીઠડિયા ઉવ.૬૫, હિંમતભાઈ રતીલાલભાઈ લોદરીયા ઉવ.૪૩, રમેશભાઈ વાઘજીભાઈ વરસડા ઉવ.૫૯ તથા રમેશભાઈ મહાદેવભાઈ આદ્રોજા ઉવ.૫૫ ચારેય રહે. સરવડ તા.માળીયા(મી) તેમજ
રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર ઉવ.૫૮ રહે. નાના ભેલા તા.માળીયા(મી) વાળાને રૂ.૫૪,૯૬૦/- ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જ્યારે જૂના અંજીયાસર ગામમાં જૂની સરકારી શાળાની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા અકબરભાઈ દાઉદભાઈ ભટ્ટી ઉવ.૪૫ રહે.ખીરઈ ગામ તા. માળીયા(મી), રમજાનભાઈ હારૂનભાઈ ભટ્ટી ઉવ.૩૨ રહે.જૂના અંજીયાસર તા.માળીયા(મી), જુનસભાઈ ગુલામહુસેન ભટ્ટી ઉવ.૩૬ રહે.જૂના અંજીયાસર તા.માળીયા(મી) તથા હનીફભાઈ અકબરભાઈ ભટ્ટી ઉવ.૩૦ રહે.જૂના અંજીયાસર તા.માળીયા(મી) વાળાની રોકડા રૂ.૧૦,૨૫૦/-સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી. હાલ માળીયા(મી) પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






