Wednesday, November 4, 2026
HomeGujaratવાંકાનેરના વેલનાથપરામાં મકાનમાંથી રૂ.૩૩,૫૭૦ના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેરના વેલનાથપરામાં મકાનમાંથી રૂ.૩૩,૫૭૦ના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

વિશાલ ઉર્ફે કુકી અને અજયસિંહ ઝાલા સહિત બે શખ્સો દારૂનો જથ્થો સપ્લાય કરી ગયા હોવાનું ખુલ્યું, બન્ને આરોપી ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસે વેલનાથપરામાં ભારત ઓઇલ મીલ પાછળ આવેલા એક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી ૫૮ બોટલો અને બિયરના ૧૮ ટીન મળી કુલ રૂ.૩૩,૫૭૦/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી દારૂ સાથે મળી આવેલા આરોપી જીતેશ રાતોજાની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર બે શખ્સોને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ દિવાળીના તહેવારને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, વેલનાથપરામાં ભારત ઓઇલ મીલ પાછળ રહેતા જીતેશભાઈ મેરૂભાઈ રાતોજા ઉવ.૩૪ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતાં મકાનના બેડરૂમમાં, સોફા પાછળ અને બાથરૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦મિલી. અને ૧૮૦મિલી.ની કુલ ૫૮ બોટલ તથા બિયરના ટીન નંગ-૧૮ મળી કુલ રૂ.૩૩,૫૭૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ.૧૫,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ.૪૮,૫૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપી જીતેશ રાતોજાએ દારૂનો જથ્થો વિશાલ ઉર્ફે કુકી ભરતભાઈ સોલંકી રહે. દીવાનપરા વાંકાનેર અને અજયસિંહ વનરાજસિંહ ઝાલા રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાએ આ દારૂ વેચાણ માટે આપી ગયા હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે જીતેશ રાતોજાની ધરપકડ કરી બંને સપ્લાયરોને ફરાર જાહેર કર્યા છે. હાલ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!