Wednesday, November 4, 2026
HomeGujaratમોરબીમાં જૈન દેરાસર નજીક મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

મોરબીમાં જૈન દેરાસર નજીક મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

સવારના સમયે દેરાસરમાં પૂજા કરવા પતિ સાથે એક્ટિવા પર જતી શિક્ષિકાને નિશાન બનાવી બાઈક સવાર બે શખ્સો ફરાર: ૨૮ ઓક્ટોબરની ઘટનામાં મહિલાએ નોંધાવી ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના દરબારગઢ રોડ પર જૈન દેરાસર નજીક પતિ સાથે પૂજા કરવા એક્ટિવા પર જતી મહિલાના ગળામાંથી બાઈક પર ડબલ સવારીમાં આવેલા બે અજાણ્યા શખ્સો એક તોલાનો સોનાનો ચેઈન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે મહિલાએ રૂ.૧.૩૦ લાખના ચેઈનની ચીલઝડપ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, મોરબીના દરબારગઢ રોડ પર મોટી માધાણી શેરીમાં રહેતાં અને વવાણિયા તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં પૂજાબેન વિરલભાઈ વિનોદભાઈ મહેતા ઉવ.૩૯ ગત તા. ૨૮ ઓક્ટોબરના રોજ સવારે આશરે પોણા આઠ વાગ્યે પોતાના પતિ સાથે એક્ટિવા પર દરબારગઢ પાસે આવેલા જૈન દેરાસરે પૂજા કરવા જઈ રહ્યાં હતાં. દરમિયાન દેરાસર નજીક પાછળથી બાઈક ઉપર ડબલ સવારીમાં આવેલા બે શખ્સોમાંથી એકે પૂજાબેનના ગળામાંથી સફેદ દાણાવાળો આશરે એક તોલાનો સોનાનો ચેઈન કિ.રૂ. ૧.૩૦ લાખ આંચકો મારી ઝૂંટવી લઈ અને બંને બાઈક પર ફરાર થઈ ગયા હતા.

ચેઈન ઝૂંટવનાર શખ્સે કાળા રંગનો શર્ટ પહેર્યો હતો અને તેની ઉંમર આશરે ૨૫થી ૩૦ વર્ષની હોવાનું મહિલાએ જણાવ્યું છે. બનાવ બાદ પતિ-પત્નીએ નગર દરવાજા સુધી બાઈકનો પીછો કર્યો હતો, પરંતુ શખ્સો ઝડપથી નાસી છૂટ્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદને આધારે સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર અજાણ્યા બન્ને બાઈક સવાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!