Thursday, November 5, 2026
HomeGujaratમોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર પૈસાની હારજીતનો નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગતો મુજબ, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઇરફાનભાઈ વલીભાઈ તરકવાડિયા ઉવ.૩૩ રહે.મકરાણીવાસ મોરબી તથા આરીફભાઈ ગફારભાઈ પરમાર ઉવ.૪૨ રહે.જોન્સનગર લાતી પ્લોટ શેરી નં.૮ મોરબી વાળાને રોકડા રૂ.૩,૪૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!