Thursday, November 5, 2026
HomeGujaratટંકારામાં જૂના ઝઘડાનો ખાર રાખી શખ્સનો આતંક: યુવકને છરી બતાવી જાનથી મારી...

ટંકારામાં જૂના ઝઘડાનો ખાર રાખી શખ્સનો આતંક: યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

યુવકના ઘરે જઈ માતા અને પત્નીને પણ ધમકાવ્યા, શેરીમાં પાર્ક કરેલી વર્ના કારના આગળ-પાછળના કાચ પથ્થર મારી તોડ્યા.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ખીજડિયા ચોકડી નજીક જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને એક શખ્સે યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવકના ઘરે જઈ તેની માતા અને પત્નીને ધમકાવી પરિવારના સભ્યની કારમાં પથ્થરમારો કરી નુકસાન પહોચાડ્યું હતું. હાલ પીડિત પરિવારની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રજાકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણા ઉવ.૩૬ રહે.પી.ડબલ્યુ.ડી. બંગલા પાસે ટંકારા વાળા ગત તા.૦૩/૧૧ના રોજ સવારે ટંકારાની ખીજડિયા ચોકડી પાસે તાજપાન નજીક ઊભા હતા. ત્યારે મેમણ શેરીમાં રહેતો નાશીર બિલાલભાઈ સોહરવર્દી પોતાની સીએનજી રિક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને આજથી આર્ક વર્ષ અગાઉ થયેલ જુના ઝઘડાનું ખાર રાખી રજાકભાઈને ગાળો આપી રિક્ષામાંથી છરી કાઢી બતાવી હતી. તેમજ હવે ક્યાંય ભેગો ન થતો, નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ રજાકભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતા અને પત્નીએ જણાવ્યું હતું કે નાશીર રિક્ષા લઈને ઘરે આવ્યો હતો અને બંનેને ગાળો આપી હતી અને કલ્લુ જ્યાં પણ મળશે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ, ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલી તેમના મોટાભાઈ યાસીનભાઈની વર્ના કાર પર પથ્થરમારો કરી આગળ અને પાછળના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. હાલ સમગ્ર બનાવ અંગે ટંકારા પોલીસે રજાકભાઈ ઉર્ફે કલ્લુની ફરિયાદને આધારે આરોપી નાશીર વિરુદ્ધ ગીનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!