Wednesday, November 18, 2026
HomeGujaratમોરબીમાં હવે FFS એપથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે

મોરબીમાં હવે FFS એપથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે

QR કોડથી મળશે ખાતર, લાંબી લાઈનો અને ભીડમાંથી મુક્તિ.

- Advertisement -
- Advertisement -

ડિજિટલ વ્યવસ્થાથી ખાતરની કાળાબજારી પર અંકુશ લાવવાનો પ્રયાસ.

મોરબી: સાબરકાંઠા અને નવસારી જીલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે આગામી ડિસેમ્બર-૨૦૨૬ થી મોરબી સહિત સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરના જથ્થા માટે નવી ડિજિટલ વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ (Framework for Fertilizer Sale – FFS) નામની મોબાઈલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે, જે ખેડૂતો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે.

આ નવી નવતર વ્યવસ્થા અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે, જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે ખાતર માટે લાગતી લાંબી કતારો તથા ભીડમાંથી મુક્તિ મળશે. એપ દ્વારા ખાતરનો જથ્થો બુક કર્યાના ૨ દિવસમાં ખેડૂતે વિક્રેતા પાસેથી જથ્થો ખરીદી લેવાનો રહેશે, જો ૨ દિવસમાં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બુકિંગ રદ થઈ જશે અને ફરીથી બુકિંગ કરવું પડશે

આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. બુકિંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ કતારોમાં ઊભા રહે્યા વગર ખાતર મેળવી શકાશે અને દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ રહેવાથી પારદર્શિતા વધશે તથા નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે. આ ઉપરાંત રાસાયણિક ખાતરની કાળાબજારી તથા ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા (ટેગિંગ) પર પણ કડક રોક લાગશે.

આ ડિજિટલ પ્રક્રિયા માટે મોરબી જીલ્લાના તમામ ડીલરોને તાલીમ આપી દેવામાં આવી છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામ સેવક, ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની યાદીમાં અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!