Wednesday, November 18, 2026
HomeGujaratમોરબીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના ટ્રેક્ટરમાં ૧૩ વર્ષના બાળક પાસે મજૂરી...

મોરબીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના ટ્રેક્ટરમાં ૧૩ વર્ષના બાળક પાસે મજૂરી કરાવાતી હોવાનો પર્દાફાશ

ચાઇલ્ડ લેબર ટાસ્કફોર્સની રેડમાં બાળકનું રેસ્ક્યૂ, કોન્ટ્રાક્ટર શ્રીજી એજન્સીના પ્રોપરાઇટર સામે બાળમજૂરી પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટમાં ૧૩ વર્ષના બાળક પાસે હેલ્પર તરીકે કામ કરાવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી ચાઇલ્ડ લેબર ટાસ્કફોર્સે બાળકને મુક્ત કરાવી શ્રીજી એજન્સીના પ્રોપરાઇટર સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્કફોર્સને મળેલી ફરિયાદના આધારે મોરબીમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનાં વાહનોમાં બાળમજૂરી અંગે ગઈકાલ તા.૧૭ નવેમ્બરના રોજતપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સામેકાંઠે મોરબી-૨ વિસ્તારમાં ડી-માર્ટ નજીક જીહે-૨૦-સીબી-૧૮૮૫ નંબરના ટ્રેક્ટરમાં તપાસ કરતાં એક બાળક ટ્રોલીમાં હેલ્પર તરીકે કામ કરતો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન બાળકનું નામ આકાશ અને ઉંમર ૧૩ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેણે છેલ્લા પાંચ દિવસથી શ્રીજી એજન્સીના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જન્મના દાખલાની તપાસમાં પણ તેની જન્મતારીખ ૧૦ મે ૨૦૧૩ હોવાનું જણાયું હતું.

ટાસ્કફોર્સે બાળકને કામમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી માટે ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ મામલે સરકારી શ્રમ અધિકારી મિતેષકુમાર જોષીની ફરિયાદના આધારે શ્રીજી એજન્સીના પ્રોપરાઇટર રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા (રહે. અમદાવાદ) સામે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!