Friday, November 20, 2026
HomeGujaratમોરબીના ચાંચાપર ગામની સીમમાંથી બીમાર હાલતમાં મળી આવેલા આશરે ૩૫ વર્ષીય અજાણ્યા...

મોરબીના ચાંચાપર ગામની સીમમાંથી બીમાર હાલતમાં મળી આવેલા આશરે ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન નિધન; વાલીવારસની શોધખોળ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બિનવારસી મૃતકની ઓળખ માટે પોલીસ સ્ટેશનના ફોન નં. ૬૩૫૯૬૨૬૦૬૬ ઉપર સંપર્ક કરવા અપીલ

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મરણ જનાર આશરે ઉંમર ૩૫ વર્ષના અજાણ્યા પુરુષની ઓળખ અને તેના વાલીવારસની ભાળ મેળવવા પોલીસ તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. ગત તા. ૧૨/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૧૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે મોરબી તાલુકાના ચાંચાપર ગામની સીમ વિસ્તારમાંથી આ પુરુષ બીમાર હાલતમાં મળી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલના મેડિસિન વોર્ડ નં. ૧૧ માં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તા. ૧૬/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવ્યો છે. મૃતકના નામ, સરનામા કે સગાસંબંધી અંગે હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. આ અંગે કોઈને પણ જાણકારી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નં. ૬૩૫૯૬૨૬૦૬૬ અથવા તપાસ કરનાર અધિકારી પો.સબ.ઇન્સ. કે.એચ. અંબારીયાના મોબાઈલ નં. ૯૯૨૪૫ ૧૧૮૪૪ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!