Friday, November 20, 2026
HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

સંકલન બેઠક સાથે પ્રવાસન સમિતિ અને આયોજન સહિતની બેઠકોમાં મહત્વની ચર્ચા વિચારણા કરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. આ સાથે પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજન સહિતની બેઠકો પણ યોજાઈ હતી, જ્યાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકોપ્રશ્નો અને વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિ સહિત મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રોડ રસ્તાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિ અને જિલ્લાના પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરીને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાની અલગ અલગ કચેરી માટે નવી જમીન ફાળવણી તથા સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલા તમામ પ્રશ્નોની સમીક્ષા કરી તેનો સમયમર્યદામાં યોગ્ય નિરાકરણ આવે તે માટે જેતે વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગતની કામગીરી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રવાસન સમિતિ અને આયોજન બેઠકમાં આયોજન હેઠળના વિકાસકામો અને પ્રગતિ તથા પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!