પરિવારજનોએ કારખાનામાં એકલા કામ કરવા જવાની ના પાડતાં મનમાં લાગી આવતાં ૨૦ વર્ષીય યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની વિગતો સાથે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
ટંકારાના લજાઈ ચોકડી પાસે આવેલા ડ્રીફ સ્ટુડિયો કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પ્રતિકભાઈ પુંજાભાઈ રાઠોડ ઉવ.૨૦ મૂળ રહે. કંજરી ગામ તા.નડિયાદ જી.ખેડા વાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં પરિવારજનો તેને કારખાનામાં એકલા કામ કરવા જવાની ના પાડતા હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું છે. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






