મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કમાન્ડર સિરામિક કારખાનામાં થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલી ચાર આરોપીઓની મુદામાલ અને ચોરીમાં ઉપયોગ કરેલ વાહન અને સાધનો સાથે ધરપકડ કરી છે.
ગત તા. 20/11/2026 ના રોજ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ કમાન્ડર સિરામિક ફેક્ટરીમાંથી કોપર વાયર ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-2023 ની કલમ 305(એ) સહિતની કલમો હેઠળ) આ ગુનો નોંધાયો હતો.જે ગુનાનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી ચાર આરોપીઓને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા જેમાં આરોપી ભરતભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા (ઉં.વ. 30, રહે. વીસીપરા, મહાકાળી માતાના મંદિર સામે, મોરબી), રવિભાઈ રમેશભાઈ દલસાણીયા (ઉં.વ. 24, રહે. વીસીપરા, રાજોબેંકની સામે, મોરબી), વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (ઉં.વ. 38, રહે. ઇન્દિરાનગર, ખોડીયાર માતાજીનો ચોક, મોરબી-2) અને હાર્દિકભાઈ રાજુભાઈ ડાભી (ઉં.વ. 34, રહે. લાયન્સનગર, સેન્ટમેરી સ્કૂલની પાછળ, મોરબી)ને રૂ. 1,04,000 ની કિંમતનો 80 કિલો કોપર વાયર, રૂ. 3,00,000 ની કિંમતનું મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન (રજી. નં. GJ-08-AW-3397), રૂ. 7,500 ની કિંમતના 3 મોબાઇલ ફોન તેમજ 1 કટર, 1 લાકડાનો ધોકો અને 1 ધારિયું મળી કુલ રૂ. 4,11,500 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






