Thursday, November 26, 2026
HomeGujaratમોરબીના અમરેલી ગામની સીમમાંથી પિયતની મોટરનો રૂ.૧૫ હજારનો કેબલ વાયર ચોરાયો

મોરબીના અમરેલી ગામની સીમમાંથી પિયતની મોટરનો રૂ.૧૫ હજારનો કેબલ વાયર ચોરાયો

ધુતારી નાલા પાસે પાણી ખેંચવાની ઓપનવેલ મોટરનો ૨૦૦ ફૂટ કોપર કેબલ કાપી તસ્કરો ફરાર: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં ખેતરમાં પિયત માટે રાખેલી પાણીની મોટરનો અંદાજે ૨૦૦ ફૂટ લાંબો કોપર કેબલ વાયર અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ ખેડૂત દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા મેઈન રોડ પર આવેલા વિજયનગર-૧માં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા ઉંવ.૩૪ ને અમરેલી ગામના સર્વે નંબર ૬૬ પૈકીની ખેતીલાયક જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર કરી ખેતી કરે છે. જેમાં ખેતરના પાકને પાણી આપવા ધુતારી નાલા નજીક વોંકળાના કાંઠે પડતર જગ્યામાં ઓપનવેલ મોટર રાખવામાં આવી હતી. ગત તા.૨૯/૦૯/૨૦૨૬ના રોજ તેઓ મોટર ચાલુ કરવા ગયા ત્યારે મોટરથી સ્વીચબોર્ડ સુધીનો અંદાજે ૨૦૦ ફૂટ લાંબો થ્રી-ફેઝનો કોપર કેબલ વાયર રૂ.૧૫ હજારનો કપાયેલો જોવા મળ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!