સપ્લાય વીરપરના સાદુરભાઈનું નામ ખુલ્યું, પોલીસ દ્વારા શોધખોળ.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં પોલીસે વિદેશી દારૂના ૧૦ ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપીની પૂછપરછમાં દારૂનો જથ્થો વીરપરના સાદુરભાઈ પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરતાનપર ગામની સીમમાં કવરટેક કારખાના પાસે નાગજીભાઈ જાદુભાઈ ફિસડિયા ઉવ.૨૦ રહે. સરતાનપર ગામ તા.વાંકાનેર વાળા પાસેથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૧૦ બોટલ કિ.રૂ.૩,૫૦૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે દારૂ કબજે કરી આરોપી નાગજીભાઈની ધરપકડ કરી તેની પૂછપરછમાં દારૂનો જથ્થો વીરપર ગામના સાદુરભાઈ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






