Thursday, November 26, 2026
HomeGujaratટંકારાના ધ્રુવનગર પાસે આઇસરની ટક્કરે કાર સવાર રાજકોટના પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

ટંકારાના ધ્રુવનગર પાસે આઇસરની ટક્કરે કાર સવાર રાજકોટના પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

સિગ્નલ આપ્યા વગર અચાનક આઇસરે ટ્રેક બદલતાં કાર ટ્રક સાથે અથડાઈ: પિતાને હાથ-પગમાં ફ્રેક્ચર, સારવાર બાદ પણ પથારીવશ.

- Advertisement -
- Advertisement -

ટંકારા: રાજકોટથી મોરબી પ્રસંગમાં આવી રહેલા પરિવારની કારને ટંકારાના ધ્રુવનગર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં આઇસર ચાલકે અચાનક ટ્રેક બદલતાં કાર અથડાઈ હતી, જેમાં પિતા-પુત્રને ઈજાઓ પહોંચી હતી. પિતાને હાથ અને પગમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું.

મળતી વિગતો મુજબ, રાજકોટના સોની બજાર હાટકેશ્વર ચોક વિસ્તારમાં રહેતા પ્રિયંકભાઈ પંકજભાઈ માંડલીયા ઉવ.૨૧ પોતાના પિતા સાથે ગત તા.૧૯/૧૧/૨૦૨૬ના રોજ હોન્ડા અમેઝ કાર નં. જીજે-૩૬-એલ-૪૪૭૩માં રાજકોટથી મોરબી પ્રસંગમાં આવી રહ્યા હતા. દરમિયાન ટંકારાથી આગળ ધ્રુવનગર ગામ નજીક રોડની ડાબી બાજુ ચાલતા આઇસર ટ્રક નં. જીજે-૧૪-ઝેડ-૨૦૨૩ ના ચાલકે કોઈ સિગ્નલ આપ્યા વગર અચાનક જમણી તરફ ટ્રેક બદલતાં કાર ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્મતમાં પ્રિયંકભાઈને હાથ અને છાતીના ભાગે ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પિતાને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ સાથે ફ્રેક્ચર થયું હતું. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતાના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાસી ગયો હતો. અકસ્માતના બનાવ અંગે પ્રિયંકભાઈએ ટંકારા પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!