Saturday, November 28, 2026
HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે પર વીરપર ગામ પાસે સર્કલ અથવા કટ મુકવા ગ્રામ પંચાયતની...

મોરબી-રાજકોટ હાઈવે પર વીરપર ગામ પાસે સર્કલ અથવા કટ મુકવા ગ્રામ પંચાયતની રજૂઆત

મોરબી-રાજકોટ હાઈવે પર વીરપર ગામ નજીક વીરપર-લીલાપર રોડ બાયપાસ મળતો હોય, ત્યાં સર્કલ બનાવવા અથવા કટ મૂકવા માટે શ્રી વીરપર (મ.) ગ્રામ પંચાયત દ્વારા આર.એન્ડ.બી. સ્ટેટ મોરબીના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વીરપર ગ્રામ પંચાયતે રજૂઆતમાં જણાવ્યું છે કે હાઈવે પર વીરપર-લીલાપર રોડ બાયપાસ જ્યાં મળે છે, ત્યાં સર્કલ બનાવવામાં આવે અથવા કટ મૂકવામાં આવે તો વીરપરથી લીલાપર તરફ જતા ભારે વાહનોનો ટ્રાફિક સરળતાથી ચાલી શકે તેમ છે.વધુમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ આ સ્થળે મોરબી-રાજકોટ હાઈવે પરથી લીલાપર જતા ભારે વાહનો આગળના ભાગમાંથી કટ મારી યુ-ટર્ન લઈને આ રોડ પર પ્રવેશે છે. તેમજ વીરપરથી બાયપાસ સુધી રોંગ-સાઈડ વાહનો આવતા હોવાથી વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાય છે અને માનવ જિંદગી જોખમમાં મુકાય છે.આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા ઘટતી યોગ્ય કાર્યવાહી સત્વરે હાથ ધરવા માંગ કરાઈ છે.આ રજૂઆતની નકલ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને પણ મોકલવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!