Sunday, November 29, 2026
HomeGujaratવાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી ૬૯૩ ગ્રામ અફીણના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી ૬૯૩ ગ્રામ અફીણના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

મોરબી એસ.ઓ.જી. ટીમની કાર્યવાહી: અફીણ અને મોબાઇલ સહિત રૂ.૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની દ્વારકાનગરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે અફીણનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી.એ દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ૬૯૩ ગ્રામ અફીણ સહિત કુલ રૂ.૩,૫૬,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી કે, ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા પોતાના રહેણાંક મકાનમાં અફીણનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે, જેથી મળેલી બાતમીના આધારે વાંકાનેર શહેરના દ્વારકાનગરી વડીયા વિસ્તારમાં ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈ માલણના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી માદક પદાર્થ ઓપિયમ આલ્કલોઇડ (અફીણ)નો ૬૯૩ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રૂ.૩,૪૬,૫૦૦/- ની કિંમતનો અફીણનો જથ્થો તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૫૬,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!