Saturday, November 28, 2026
HomeGujaratપ્રોહિબિશનના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને રવાપર ગામેથી ઝડપી લેતી મોરબી...

પ્રોહિબિશનના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને રવાપર ગામેથી ઝડપી લેતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને સર્વેલન્સ સ્ટાફે રવાપર ગામમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને ચાર મહિનાથી ફરાર આરોપી મહેશભાઇ ઉર્ફે મચ્છો દાનાભાઇ જારીયા/બોરીચા (રહે. રામજી મંદિર વાળી શેરી, રવાપર ગામ, મોરબી) ને રવાપર ગામ ખાતેથી દબોચી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!