આજે મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ મોરબી જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારીના કારણે સામાન્ય માણસો જે અત્યારે પરેશાન થઈ રહ્યા છે, ટેસ્ટ માટે પૂરતી કીટ ઉપલબ્ધ નથી, દર્દીને પુરી આરોગ્ય સેવાઓ મળતી નથી એ બાબતે મોરબી શહેર ભાજપ અ.જા. મોરચાના પ્રમુખ શ્રી બાબુભાઇ પરમારે ધારદાર રજુઆત કરી આવેદનપત્ર આપેલ. જો ટૂંક સમયમાં પરિણામ ન મળે તો આગળ પગલા ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રજુઆતમાં બાબુભાઇ સાથે જિલ્લા અજા મોરચાના પ્રમુખ શ્રી વિઠલભાઈ ચાવડા કાઉન્સિલર શ્રી મનુભાઇ સારેસા, ઉપ પ્રમુખ શ્રી રવિભાઈ ધૂમલ,શહેર ભાજપ અ.જા. મહામંત્રી શ્રી ધર્મેશભાઈ મકવાણા,સામાજિક અગ્રણી શ્રી દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા, મહેશભાઈ સોલંકી વગેરે સાથે ઉપસ્થિત રહ્યા હતા.