મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે મોરબીની મુલાકાંતે આવે તેવી શકયતા : મોરબી જીલ્લા વિશે ચિંતા જતાવી
મોરબીમાં કોરોનાની કપરી સ્થતિની મીડિયામાં પ્રસારિત થેયલા અહેવાલ બાદ ગાંધીનગર ડોલ્યું : મોરબી જીલ્લામાં આરોગ્ય ની સુવિધાઓ વધાંરવા આદેશ
મોરબીમાં કોરોનાના કહેરે લોકોનુ જીવવાનું હાલ કપરું કરી દીધુ છે મોરબી વાસીઓ એક બીજાને સાથ આપી આ મહામરીની લડાઈનો સાંમનો કરી રહ્યા છે જેમાં આરોગ્ય સુવિધાઓ પણ મોરબી માં ખાડે ગઈ છે જેના લીધે ઓક્સિજન અને રેમડીસીવર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટો પણ મળતી નથી જેને લઈને આઠ દિવસ પ્રભારી સચિવ મનીષા ચંદ્રા પણ મોરબીમાં આવી પહોચ્યા છે મોરબી જીલ્લા લની આવી કથળતી પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવતીકાલે મોરબી ની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જેમાં જિલ્લાની આરોગ્યની માહિતી પણ મેળવશે આ મુલાકાત સમયે રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાથે આવે તેવી શક્યતાઓ છે જો કે આ મામલે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી પરંતુ મોરબી જીલ્લામાં જે કથળતી સ્થિતિને છે તેને લઈને મુખ્યમંત્રી વીજય રૂપાણીએ પણ ચિંતા જતાવી હોવાની વાત ટોચના સૂત્રોએ જણાવી છે ત્યારે આગામી સમયમાં મોરબીની વધુ બેડ,ઓક્સિજન અને ઇન્જેક્શન નો જથ્થો મળી રહે એ માટે ઘટતું કરવાના આદેશો કર્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.