મોરબી એલસીબી ટીમે ટંકારામાં એક સાથે 17 દુકાનોને ચોરી કરનારા બે ઈસમોને મુદામાલ સાથે પકડી પાડ્યાં : અન્ય એકની શોધખોળ
મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ રજની પટેલ,સંજય પટેલ અને અશોકસિંહને મળેલ બાતમી આધારે ત્રણ ઈસમો દ્વારા પાટીદાર કોમ્પ્લેક્ષ માંથી ચોરી કરાયેલા એક લેપટોપ,15 નંગ મોબાઈલ જેની કુલ કિંમત 1 95 000 અને એક બાઈક ચોરી ગયા હતા
જેમાં આ ટોળકી પૈકી બે આરોપીઓ ચોરીનો મુદામાલ વહેંચવા મોરબી આવ્યા હૉવાની બાતમી મળતાં નવા બસ સ્ટેન્ડ નજીકથી સઘન તપાસ કરતાં એકનું નામ મુકેશ મથુર માનસિંગ સંગાડાં ઉવ 20 અને પંકજ વિરસિંગ માલજી ડામોર ઉવ 22 ધંધો ખેત મજુરી રહે બન્ને રહે ભોરવા ધાનપુર જી.દાહોદ હાલ રહે મોડપર ગામની વાડીમાં હોવાનું જણાવ્યું હતું અને આ ચોરી કરેલા 12 નંગ મોબાઈલ કિંમત 1,10,449 ,રોકડ રૂપિયા 17000,હીરો સપલેન્ડર જીજે 03 એફએસ 0231 કિંમત રૂપિયા 20000 મળી કુલ 1,47449 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ચોરીમાં કૈલાસ પેનો વસુમિયા રહ મૂળ પાનમ હહાલ રહે પાઉ તા.ધાનપૂર જી.દાહોદ હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ હાથ છે પોલીસની તપાસમાં પકડાયેલા પૈકી મુકેશ સંગાળા ધાનપુર ખાતે શાળાની ચોરીન પકડાયો છે તો બીજો પંકજ ડામોંર પડધરી ખાતે અપહરણના ગુનામાં પકડાઇ ચુક્યો છે પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે