હવે મોરબી માંજ થશે કોરોના રિપોર્ટ, સેમ્પલ રાજકોટ-જામનગર મોકલવા નહીં પડે.
મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ મોરબીની મુલાકાતે આવી કોરોનાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરી પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટીંગ લેબની શરૂઆત કરવા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ માટે લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે. આ લેબોરેટરીનું પ્રભારી સચિવ મનીષા ચંદ્રાના હસ્તે કલેક્ટર જે.બી.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તબ્બકે રોજ ૭૦ જેટલા ટેસ્ટ કરવામાં આવશે બાદમાં જરૂરિયાત મુજબ ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવશે. મોરબીમાં RTPCR ટેસ્ટીંગ લેબ શરુ થતા હવે દર્દીઓના સેમ્પલ રાજકોટ-જામનગર મોકલવા નહીં પડે અને મોરબી માંજ દર્દીઓને ૨૪ કલાકમાં જ રિપોર્ટ મળી રહેશે.