Sunday, December 22, 2024
HomeGujaratવાંકાનેરનાં નવાપરા જીઆઈડીસી દેવીપુજક વાસમાં રહેતી સગીરા લાપતા

વાંકાનેરનાં નવાપરા જીઆઈડીસી દેવીપુજક વાસમાં રહેતી સગીરા લાપતા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નવાપરા જીઆઈડીસી દેવીપુજક વાસમાં રહેતા વિનુભાઇ મનજીભાઈ વિકાણીએ ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રી જયશ્રી (ઉ.વ.૧૫ , ૭ માસ, ૨ દિવસ) વાળી ઘરે થી જતી રહી છે. ઉલ્લેખનીય છે કે જયશ્રી જન્મથી જ મંદબુદ્ધિની તથા મુંગી હોય તે સાંભળી શકે છે સ્પષ્ટ બોલી શકતી નથી, અભણ છે, શરીરે મધ્યમ બાંધાની છે વાને રૂપાળી છે લાલ કલરનો ઝભ્ભો તથા લીલા કલરની ચોરણી પહેરેલ છે, માથાના વાળ ટુંકા છે, જમણા હાથે ગુજરાતીમા જયશ્રી નામ ત્રોફાવેલ છે, બંને કાન તથા નાક વીંધેલ છે, હોઠના ભાગે જુનું વાગેલ છે, શરીરે કોઈ દરદાગીના પહેરેલ નથી, પુરેપુરુ બોલી શકતી નથી, મા તથા બાપા તેટલું જ બોલે છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી સગીરાને શોધવા તજવીજ હાથ ધરી છે. સગીરા બાબતે કોઈને પણ માહીતી મળે તો નીચેના ફોન નંબર પર જાણ કરવા જણાવવામાં આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

પીઆઈ એચ. એન. રાઠોડ મો.નં. ૯૮રપ૭પ૩૪૭૮,
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન – ૦૨૮૨૮ રર૦પપ૬
મોરબી કંટ્રોલ રૂમ – ૦૨૮૨૨ ૨૪૩૪૭૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!