Monday, December 23, 2024
HomeGujaratહળવદ : રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરીયાતમંદ લોકોને રાહતદરે દવાઓ મળી...

હળવદ : રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરીયાતમંદ લોકોને રાહતદરે દવાઓ મળી રહે તે માટે મેડીકલ સ્ટોર શરુ કરાયો

રોટરી ક્લબ હળવદ દ્વારા અનેકવિધ સેવાકાર્ય કરવામાં આવે છે ત્યારે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની મદદનાં હેતુથી તેઓને રાહતદરે દવાઓ મળી રહે તેવા આશયથી અનોખું આયોજન કરી વધુ એક સેવા “રોટરી મેડિકલ સ્ટોર” શરૂ કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા તાલુકાના દર્દીઓને આરોગ્યક્ષેત્રે દવાઓના ખર્ચમાં રાહત મળે એવા હેતુથી હળવદ બસ સ્ટેશન રોડ પર રોટરી મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે. જ્યાંથી દર્દીઓને જરૂરી દવાઓ વ્યાજબી ભાવે મળશે અને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. આ સ્ટોરની કમાણીની બધીજ રકમ અને આવકનો ઉપયોગ સેવાકિય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. જેથી હળવદની જનતા ને અપીલ કરવામાં આવે છે કે આપને જરૂર પડતી દવાઓ આ મેડિકલ માંથી લેવાનો આગ્રહ રાખી સાથ, સહકાર આપશો. અને સાથે જ સેવાના આ યજ્ઞ માં યોગદાન થકી સેવાકાર્યના સહભાગી બનવા રોટરી ક્લબ દ્વારા અપિલ કરવામાં આવી છે.

આ સ્ટોર બનાવવામાં જરૂરી બધીજ વસ્તુઓ તેમજ માલ ભરવા માટે વગર વ્યાજની લૉન, ફર્નિચર, કાંચના ઘોડા, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સોફ્ટવેર, ફ્રીઝ, કેમેરા, બોર્ડ, લાદી, કલર, વાયરિંગ વગેરે માં થયેલ ખર્ચનું અનુદાન વિવિધ દાતાઓના સહકારથી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!