ઇગ્લીશ દારૂની બોટલ નંગ.૮૪ કી.રૂ.૨૫૨૦૦/- મળી કુલ રૂપીયા ૫૭૨૦૦/-નો મુદામાલ કબ્જે કરતી વાંકાનેર તાલુકા પોલીસ
પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જીલ્લામા પ્રોહી-જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે વાંકાનેર પોલીસ પ્રયત્નીશીલ હોય દરમ્યાન પીએસઆઈ આર.પી.જાડેજા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. હરીચંન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો ખેંગારભાઇ શરસીયા (ઉ.વ.૩૫ રહે.રાજકોટ, મોરબી રોડ,જકાતનાકાની સામે, જય જવાન સોસાયટી) વાળો દુધ ભરવાના કેનની આડમાં ઇગ્લીશ દારૂ છુપાવી મો.સા.સાથે હેરાફેરી કરતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોબી વોડકા,ગ્રીન એપલ, ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૨ (કી.રૂ.૩૬૦૦/-) તથા મોબી વોડકા, ઓરેન્જ,૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭૨ (કિ.રૂ.૨૧૬૦૦/-) મળી કુલ બોટલ નંગ.-૮૪ (કી.રૂ.રપર૦૦/-)ના ઇંગ્લીશ દારૂના ગે.કા.જથ્થા સાથે તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા ૫૭૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી જીગા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં આર.પી.જાડેજા,પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ.હરીશચન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, દર્શિતભાઇ વ્યાસ સહિતનાઓ રોકાયેલ હતા