સી.આર.એફ. યોજના હેઠળ હળવદ તાલુકાના સુરવદર, દેવળીયા, ચરાડવા રોડને મંજૂરી : રૂપિયા ૨૫૯૮.૪૭ લાખના ખર્ચે ૧૭ કિલોમીટરથી વધુનો રોડ થશે તૈયાર
નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો ધરાવતા નીતિન પટેલે હળવદના સુરવદર, દેવળીયા, ચરાડવા સુધીના ૧૭.૭૦ કિલોમીટરના માર્ગને મંજુરી આપી છે. ત્યારે આશરે અંદાજીત રૂપિયા ૨૫૯૮.૪૭ લાખના ખર્ચે બનનાર આ માર્ગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના અાપવામાં આવી છે. સી.આર.એફ યોજના હેઠળ આ માર્ગના નવીનીકરણને મંજુર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત માર્ગ ૭ મીટર પહોળો બનાવવામાં આવનાર છે. આથી સ્થાનિક લોકોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી હલ આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.