મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહી છે ત્યારે મોરબીના જુદા જુદા વોકળા અને નાલાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એટલું જ નહી બિસ્માર હાલતમાં રહેલા નાલાઓ અને પુલ તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં મોરબી કાલિકાનગર લખધીરપુર ગામ વચ્ચેનો ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો છે જેના લીધે બે ગામ વચ્ચેનો અવર જવરનો સંપર્ક તૂટયો છે ત્યારે કાલિકાનગર થી લખધીરપુર રોડ પર જવા માટેનો એક જ રસ્તો છે જે બંધ થતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજ રીતે જેતપર રંગપર રોડ ઓર આવેલા વોકળામાં વધુ પાણી આવતાં બિસ્માર નાલું તૂટ્યું હતું જેમાં આ બિસ્માર નાલા પરથી નીકળતી વખતે જ પુલ પડતાં કોલસા ભરેલા ટ્રકનો પાછળનો ભાગ નાલા માં પડી ગયો હતો જો કે સમયસર ડ્રાઇવર ક્લીનર બહાર નીકળી જતા મોટો અકસ્માત થતા સહેજમાં અટક્યો હતો જો કે મોરબીમાં આજ રીતે સરતાન પર રોડ,પીપળી રોડ ,જેતપર રોડ ,બેલા રોડ ની અંદર ની બાજુ આવેલા નાના મોટા અનેક બેઠા જર્જરિત પુલ ધરાશાયી થયા છે પરન્તુ હજુ સુધી માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી દ્વારા તૂટેલા પુલની મુલાકાત સુદ્ધા લેવામાં નથી આવી અને આ કોઈ પુલો માટે અન્ય કોઈ રસ્તાની વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જેના લીધે સીરામીક ઉધોગ સાથે જોડાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રસ્તો કાપવામાં દસ મિનિટ લગે છે તેને કાપવા માટે એક કલાક જેટલો સમય થાય છે જેમાં લોકોના સમય ઇંધણ બધું જ વ્યર્થ થાય છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તંત્ર ના અધિકારીઓ ગાઢ નિદ્રામાંથી ક્યારે જાગે છે એ હવે જોવું રહ્યું.