મોસંબી, સંતરા, લીલા નાળિયેર, સફરજન, સીતાફળ, કેળા, ચીકુ સહિતના ફળોમાં તોતિંગ ભાવ વધારો : રીક્ષા લઈને જાહેરમાં ઉભા રહેતા અને દુકાન માલિકો કોરોનાની વામણી સ્થિતિનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા હોવાનો લોકોની ફરિયાદો : આવા સમયે પણ લોકો ગેરલાભ લેવાનું નથી ચૂકતા તેનું ઉત્તમ ઉદાહરણ
મોરબી જીલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાએ તાંડવ રચ્યું છે ત્યારે બીજી બાજુ મોરબીમાં ફળના નાના લારી અને રીક્ષા રાખી ધંધો કરતાં વેપારીઓ દ્વારા વેપારના નામે ખુલ્લે આમ લૂંટ ચલાવાઈ રહી છે જેમાં મોરબીમાં આજથી પંદર દિવસ પહેલા જે ફળોના ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ દસ કિલો હતા તેના સીધા જ ૧૦૦૦ થી ૧૨૦૦ કરી નાખ્યા છે .જેમાં કોરોના દર્દીઓને વિટામિન યુક્ત ફળોની તાતી જરૂરિયાત હોય છે સાથે જ કોરોનાથી રક્ષણ મેળવતા લોકો પણ આ ફળો ખરીદવા માંડ્યા છે ત્યારે રોડ પર ઉભા રહેતા લારી અને રીક્ષા ચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે અને મોસંબી અને સંતરાના ભાવમાં સીધો જ ત્રણ થી લઈને પાંચ ગણો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે તો જે લીલું નાળિયેર આજથી વિસ દિવસ પૂર્વે ૩૦ રૂપિયાનું વહેંચવામાં આવતું હતું તેના સીધા જ ૧૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એ જ રીતે કેળા, સફરજન, ચીકુ,દ્રાક્ષ,અનાનસ સહિતના ફળોમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને આ વધારો એક વ્યક્તિ દ્વારા નહિ જાહેરમાં ગેરકાયદેસર રીતે ઉભા રહેતા લારી અને રીક્ષા ચાલકો દ્વારા એક સંપ મળીને કરવામાં આવ્યો છે બિચારી પ્રજા જાય તો ક્યાં જાય જે લોકો બધી રીતે પહોંચી શકે છે તે લોકો તો આને પણ દવા માનીને ના છૂટકે ખરીદી રહ્યા છે પરંતુ સામાન્ય માણસ કે દર્દી જેને સારવાર કરવાના પણ ફાંફા છે એ આટલા મોંઘા ફળ કેમ ખરીદી શકે તેઓ જોઈને જ હોડકારો ખાવા પર મજબૂર બન્યા છે.
આ મહામારીના સમયમાં લોકો અને ઉદ્યોગકારો આગેવાનો સહિતના એકમેક મળી એકબીજાની મદદ કરી રહ્યા છે ત્યારે શહેરમાં જાહેરમાં ઉભા રહેતા અને હાલની પરિસ્થિતિથી વાકેફ આવા અસ્થાયી દલાલો પોતાની નૈતિક ફરજ કેમ ચૂકી રહ્યા છે એ મોટો સવાલ છે.શુ તેઓના ઘરમાં કોઈ કોરોનાગ્રસ્ત નહિ હોય ? જો તેઓની આ સ્થિતિ હોત તો તેઓ શું કરેત? આવા અનેક પ્રશ્નો ના જવાબ મળવા મુશ્કેલ બની ગયા છે ત્યારે મોરબીમાં હાલ રોડ પર એમ્બ્યુલન્સ ના આવજો વચ્ચે માનવતાં જાણે ભૂલી પડી ગઈ હોય તેમ ” લુટો ભાઈ લુટો ” ની સ્થિતિ ઉભી કરનારા આવા દલાલ અને વેપારીઓ ઇશ્વના ગુનેગાર બની રહ્યા છે તેઓ તે ન ભૂલે હાલ મોરબી વાસીઓની મજબુરી છે તેઓ સહન કરી રહ્યા છે પરંતુ જ્યારે આગામી સમયમાં તેઓને જરૂર પડશે ત્યારે મોરબી વાસીઓ યોગ્ય જવાબ આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.