મોરબીના ખેવાળીયા અને નારણકા ગામ વચ્ચે વાડીમાં શ્રમિક પરિવારની ૧૦ વર્ષીય બાળકી કોઈ કારણોસર ઝેરી મોનોકોટો દવા પી ગઈ હતી. ત્યારે તેણીનું સારવાર દરમિયાન મોરબીની સરકારી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે.
મોરબી તાલુકાના ખેવાળીયા ગામે રહેતી ૧૦ વર્ષીય સોહાના રંગેશભાઈ મેડા ગત તા.૨૦ ઓક્ટોબરના રોજ ખેવાળીયા અને નારણકા ગામ વચ્ચે ભરતભાઈ કાનજીભાઈની વાડીમાં બપોરે આશરે બાર વાગ્યે કોઈ કારણોસર મોનોકોટો દવા પી ગઈ હતી. તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તા.૨૪ ઓક્ટોબરના રોજ ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






