મોરબીના નવા જાંબુડીયા પાસે પાવર હાઉસ નજીક આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી મૃતકની ઓળખ અને તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસની બાજુમાં આવેલા તળાવમાંથી આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ઇન્કવેસ્ટની કાર્યવાહી માટે જાણ કરી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.






