ટંકારાના નસીતપર ગામે યામી પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ૧૬ વર્ષીય સુમિતકુમાર શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ટંકારા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મૂળ બિહારના મધેપુરા જીલ્લાના વતની અને હાલ નસીતપર ગામે યામી પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સુમિતકુમાર સોનેલાલ શર્મા ઉવ.૧૬એ ગઈ તા.૨૦ ઑક્ટોબરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે ટંકારા પોલીસની તપાસમાં મૃતકના મોટાભાઈ પ્રિંસકુમાર પાસેથી મેળવેલ વિગતો મુજબ, મૃતક સુમિતકુમાર માનસિક અસ્વસ્થ અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કંટાળી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ. મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.






