મળતી વિગત અનુસાર ગત તા. ૦૪/૦૫ના રોજ વાંકાનેરના રાજકોટ રોડ ગાત્રાળનગરના પાટીયા પાસે ચાલીને જતા ગગજીભાઇ નાજાભાઇ ચારોલીયા જાતે ઉવ.૭૦ રહે.ગાત્રાળનગર આશ્રમ જવાના રસ્તે સિંધાવદર તા.વાંકાનેર જી.મોરબી કે જેઓ પાણીના અવાળા પાસે પહોંચ્યા હોય ત્યારે સીએનજી રીક્ષા રજી. જીજે-૧૩-એવી-૪૯૫૨ના ચાલકે પોતાના હવાલાવાળી રીક્ષા પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગગજીભાઈને પચ્છકથી ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં ગગજીભાઈને હાથ અને પગમાં ફ્રેકચરની ગંભીર ઇજા તેમજ શરીરે છોલછાલ જેવી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે સમગ્ર અકસ્માતના આ બનાવ અંગે દસ દિવસ બાદ ઈજાગ્રસ્ત ગગજીભાઈ નાજાભાઇ ચારોલીયા દ્વારા ઉપરોક્ત સીએનજી રીક્ષાના આરોપી ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.