Tuesday, November 24, 2026
HomeGujaratકાજરડા ગામે દરગાહના પાર્કિંગમાંથી જામનગરના યુવકનું બાઈક ચોરાયું

કાજરડા ગામે દરગાહના પાર્કિંગમાંથી જામનગરના યુવકનું બાઈક ચોરાયું

માળીયા(મી)ના કાજરડા ગામે આવેલી ૪૭ પીરની દરગાહના પાર્કિંગમાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જામનગરના હાપા ખાતે રહેતા યુવાનનું બાઈક અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હોવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર જીલ્લાના હાપા રેલવે સ્ટેશન પાસે રહેતા સાહિલ સુરેશભાઈ સવાસડિયા ઉવ.૨૩ તેમનું ગ્રે કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજી.નં. જીજે-૧૦-ઈજે-૦૬૯૫ ગત તા.૧૯ નવેમ્બરના રોજ રાત્રે ૧થી ૩ વાગ્યાના સમયગાળા દરમિયાન કાજરડા ગામે આવેલી ૪૭ પીરની દરગાહના પાર્કિંગમાં રાખેલુ હતું, તે દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ઉપરોક્ત બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવાનની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!