ગુજરાત ઠાકોર સેના આગેવાન અલ્પેશ ઠાકોર,હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિતના ગ્રામ્ય ભાજપના આગેવાનોએ હાજરી આપી
મોરબી માળીયા વિધાન સભા સમયે જાહેરસભાઓનો દોર ચાલુ છે ત્યારે ભાજપ દ્વારા એક પછી એક આગેવાનોને જાહેરસભા યોજવા મળેલી સુચનાના આધારે તમામ પાસાઓને ધ્યાને લઈને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સભા શરૂ કરી દેવામાં આવી છે જેમાં માળીયા મિયાણા ના મોટા દહીંસરા ગામે ગુજરાત ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં જાહેર સભા યોજાઈ હતી આ સભામાં હળવદ ના ધારાસભ્ય પરસોતમ સાબરીયા તેમજ માળીયા મિયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ભાજપના આગેવાનો અને ઠાકોર સેનાના આગેવાનો હાજર રહ્યાં હતાં.
અલ્પેશ ઠાકોરે આ મીટીંગ દરમ્યાન કોંગ્રેસને નકારાત્મક વિચારધારાનો પક્ષ અને ભાજપને વિકાસની વિચારધારાનો ગણાવ્યો હતો સાથે જ ઠાકોર દલિત ઓબીસી દલિત સમાજને સરકારની યોગ્ય નિયમોની અમલવારી કરવાની જરૂર છે કોરોના મહામારીમાં ભારત સરકારે લોકડાઉન નાખવું પડ્યું પણ આ લોકડાઉન માં ગરીબ પરિવારોને મફત અનાજ પુરૂ પાડી અને વીજળીના બિલ પણ માફ કરી આજે પોતાની જવાબદારી પૂર્ણ કરી છે ખેડૂતોના વીમા અને એક લાખ દર્દીઓની સારવાર કરી ઘરે મોકલ્યા છતાં કોરોના મુદા સાથે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે વિરોધ પક્ષ નું કામ સતામાં રહેલી સરકારને મુદાઓ ધ્યાનમાં રાખવાનું હોય છે તેના બદલે નાની નાની વાતોમાં પોરા કાઢી અને વાહિયાત વાતો કરે છે કોંગ્રેસ ને પુછો કે તમેં આવશો તો શુ કરશો ? કોંગ્રેસ વિશ્વાસ ઘાતની વાત કરી રહી છે તો 20થી વધુ ધારાસભ્ય ભાજપમાં જોડાયા,24 સીટ હાર્યા તો પણ ભાજપ ખોટી ? કોંગ્રેસે ચૂંટાયેલા ધારાસભ્ય ને શુ પૂછયું ? ધારાસભ્ય ને તેના વિસ્તારના પ્રશ્નો માટે પૂછવામાં જ નથી આવતું કોંગ્રેસ ની એક જ નીતિ છે જતાં હોય તો જાય ઢોલ વગાડી મોકલી દઈએ આમનામ કોંગ્રેસ ખાલી થઈ ગઈ છે.
કોંગ્રેસ માં બોલીગ અને બેટીંગ ની જ ટિમ રહી છે આખી ટીમમાં નવ લોકો જતા રહ્યા તેવી સ્થિતિ છે.નક્કર કામગીરી ફક્ત વીજય રૂપાણી ની સરકાર કરી રહી છે.પેટીઓ ખુલે ત્યારે તમેં યાદ રાખજો પાટીદાર સમાજ ભાજપ સાથે જ છે અને રહેશે ત્યારે ઠાકોર સમાજ પણ તેનો ભાગ બને એ જરૂરી છે અને તમે જ્યારે કામો લઈને જાઓ ત્યારે તમારા કામો પણ જરૂર થશે. કોઈને પણ ભાજપમાં આવું હોય તો આ પાર્ટીના દરવાજા ખુલ્લા છે અને કોઈને અન્યાય અમે નહિ થવા દઈએ હમેશા આપની સાથે રહીશ અને તમને ન્યાય મળશે પરન્તુ કોઈ અફવાઓમાં ના પડશો અને માળીયા માંથી ભાજપને મત આપી અને ભારે લીડથી જીત આપવો એ જ તમારી તાકાતની ઓળખ છે ભાજપનો ઉમેદવાર એક સિમ્બોલ લઈને આવે છે ત્યારે તેને બમણી જીતથી જીતાડી દેજો સાથે જ જ્યાં જરૂર પડે ત્યાં અમે હાજર છીએ કહી ભાજપને જંગી બહુમતી થી વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી.