રક્ત કે જેને હજુ આજનું આધુનિક વિજ્ઞાન પણ કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. જેથી રક્તદાતાઓ દ્વારા જે રક્તદાન કરવામાં આવી રહ્યું છે જેના થકી લાખો લોકોની જિંદગી બચી રહી છે. મોરબીમાં વર્ષે હજારો લોકો રક્તદાન કરે છે. જે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે પુત્ર સ્વ.કરણ ચતુરભાઈ દેત્રોજાનાના સ્મરણાથે મોરબી નગરપાલિકાના સદસ્ય શીતલબેન ચતુરભાઈ દેત્રોજાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૧૫૮ જેટલા લોકોએ પોતાનું રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.