Wednesday, December 25, 2024
HomeGujaratટંકારામાં ભાગીદારીનું બોગસ ડિડ બનાવી ફેકટરી વેચી નાખી

ટંકારામાં ભાગીદારીનું બોગસ ડિડ બનાવી ફેકટરી વેચી નાખી

ભાગીદારીથી શરૂ કરેલી પેઢી બંધ થઈ જતા અન્ય ભાગીદારોએ એક ભાગીદારીની જાણ બહાર કૌભાંડ આચર્યું

- Advertisement -
- Advertisement -

ટંકારા: ટંકારાના છતર ગામે ભાગીદારીમાં પેઢી શરૂ કર્યા બાદ એ પેઢી બંધ થઈ જતા અન્ય ભાગીદારો એક ભાગીદારની જાણ બહાર આ પેઢીને વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું.ભાગીદારીનું બોગસ ડિડ બનાવી ફેકટરી વેચી નાખી હોવાની ફરિયાદ નોંધાયેલ છે.

ટંકારા પોલીસ મથકમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકીએ ફરિયાદ નોંધાવેલ કે વર્ષ 2013 માં અજયભાઇ ધનજીભાઇ સંતોકી તથા અન્ય લોકો સાથે મળી ટંકારા તાલુકાના છતર ગામે ભાગીદારી પેઢી ચાલુ કરેલ પણ નુકશાની આવતા પેઢી બંધ થયા બાદ આ પેઢીને વેચી નાખવા ભાગીદાર અને આરોપી એવા અજયભાઇ ધનજીભાઇ સંતોકી, આષિશ રમેશભાઈ નંદાસણા રહે રાજકોટ નંદભુમી એપાર્ટમેંટ ટી.એન.રાવ કોલેજ સામે, ગોરધનભાઇ છગનભાઇ સંતોકી રહે જામનગર મુળ રહે.બાદનપર તા.જોડીયા, દિપકકુમાર ગોરધનભાઈ સંતોકી રહે જામનગર મુળ રહે.બાદનપર તા.જોડીયા જી.જામનગર વાળાઓએ ફરિયાદી ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકીની જાણ બહાર નવું બોગસ ભાગીદારી ડિડ ઉભું કરી તેમાં ફરિયાદી ભરતભાઈની ખોટી સહીઓ કરી આ ફેકટરી વેચી મારતા ભરતભાઈએ નકલી ભાગીદારી ડિડમાં ખોટી સહીઓ કરનાર તેમજ તેમની જાણ બહાર ભાગીદારી પેઢીમાં નવા ઉમેરાયેલ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!