Monday, May 6, 2024
HomeGujaratમાળીયા(મી):નાના દહીંસરા ગામેથી ૮૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો:એકનું નામ ખુલ્યુ

માળીયા(મી):નાના દહીંસરા ગામેથી ૮૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો:એકનું નામ ખુલ્યુ

માળીયા (મી) પોલીસને બાતમી મળી હતી કે માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે બે શખ્સો રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ વાડા માં ઈંગ્લીશ દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી માળીયા (મી) પોલીસે બાતમીને આધારે નાના દહીંસરા ગામે દરોડો પાડતા અનિલ અરજણભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે.હાલ કાંતિનગર વસંતરાત હોટલ પાછળ,મોરબી,મુ.રહે.હરિપર તા.માળીયા (મી) વાળાને મેકડોવેલ્સ નં.૧ ક્લાસિક ૭૫૦ મિલીની ૮૬ બોટલ કી.રૂ.૩૨,૨૫૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપી ઈરફાન અલીભાઈ સુમરા (રહે.નાના દહીંસરા તા.માળીયા) વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા માળીયા (મી) પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!