પત્ની-પુત્રને બાઇક ઉપર શનાળા ગામે તેડવા આવતા રાજકોટના પતિને છત્તર નજીક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો
ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક રાજકોટના વેપારી પુરપાટ ગતિએ બાઇક ચલાવીને આવતા હોય ત્યારે બાઇક સ્લીપ થતા વેપારી ડિવાઈડર સાથે અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા વેપારીનું મૃત્યુ નીપજ્યું હતું.
ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વેપારી મનસુખભાઇ દેવરાજભાઈ જેઠા રહે.બેડી યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ-૫ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં સાતમ આઠમના તહેવારની રજા નિમિતે પત્ની-પુત્ર શકત શનાળા ગયા હોય જેને તેડવા માટે મનસુખભાઇ પોતાનું બાઇક રજી.નં. જીજે-૦૩-સીજી-૮૨૭૪ લઈને શનાળા આવતા હોય તે દરમિયાન ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક પુરપાટ ગતિએ ચલાવીને આવતા બાઇક હાઇવે રોડ ઉપર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મનસુખભાઇ બાઇક સહિત ડિવાઈડર સાથે અથડાતા તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મનસુખભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈ બાબુભાઇ દેવરાજભાઈ જેઠા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મૃતક મનસુખભાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.