Monday, December 23, 2024
HomeNewsMorbiમોરબીમાં હાથરસ દુષ્કર્મના વિરોધમાં "આપ" દ્વારા કેન્ડલ માર્ચ યોજી 

મોરબીમાં હાથરસ દુષ્કર્મના વિરોધમાં “આપ” દ્વારા કેન્ડલ માર્ચ યોજી 

ઉત્તર પ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા સંગઠન દ્વારા ગઈકાલે સાંજે ૭ કલાકે પાર્ટી કાર્યલય રામ ચોકથી શહીદ ભગતસિંહ પ્રતિમા, ગાંધી ચોક સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને પીડિતાને ન્યાય આપવા અને આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ૧૫ દિવસમાં સજા ફટકારવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ કેન્ડલ માર્ચમાં સમસ્ત આમ આદમી પાર્ટીના મોરબી શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા તેમ પ્રમુખ અનિલાબેન સદાતીયા, જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!