Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબીના સાવસર પ્લોટમા બાઇક ચોરી : અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ...

મોરબીના સાવસર પ્લોટમા બાઇક ચોરી : અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા (મીં)ના ઉટબેટ (સામપર) ગામે રહેતા વિશાલભાઇ શાંતીલાલ બદ્રકિયા (ઉ.વ.૨૦) એ આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ નગવાડીયા (રહે. ચીખલી તા. માળીયા (મીં)) તથા રાણીંગ હીરાભાઇ વાઘેલા (રહે પંચાસર રોડ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૫ મેના રોજ મોરબી સાવસર પ્લોટ ગોકુળ હોસ્પીટલ સામે પાર્ક થયેલું ફરીયાદીનું હીરો સ્પલેન્ડર નં. જી.જે.૧૦.સી.એ.૩૯૪૮ (કિં.રૂા.૧૫,૦૦૦)ને આ બન્ને આરોપીઓ ખસેડીને ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે એ ડિવિજન પોલીસ વધુ તપાસ હાથધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!