મોરબીના બેલા ગામે ખેતીની જમીન વાવવા ન મળતા એક શખ્સે આંતક મચાવીને ચણાના તૈયાર પાકમાં આગ લગાડી વાહનોમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં હવે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં સામાપક્ષના યુવાન ઉપર બે શખ્સોએ ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વાસુરભાઈ દેસુરભાઈ જીલરીયા (ઉ.વ. ૫૦ રહે, બેલા ગામ યદુનંદન સોસાયટી, મોરબી) એ આરોપીઓ મગનભાઈ માણસુરભાઈ ખુંગલા, લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૫ ના રોજ સાંજના સાડા આઠેક વાગ્યાના સુમારે ફરીયાદીના બનેવી માયભાઈએ આરોપીઓના ભાઈ વીરુદ્ધ ફરીયાદીના બનેવી માયાભાઈના ખેતરમા ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદીના ભત્રીજા અલ્પેશભાઈ સાથે ગાળાગાળી કરી ઝગડો કરતા ફરીયાદીને છોડાવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામા ધોકાનો ઘા મારી માથામા હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.