Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેરનાં પીપળીયા અગાભી ગામે જમીન પચાવી પાડનાર ત્રણ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો...

વાંકાનેરનાં પીપળીયા અગાભી ગામે જમીન પચાવી પાડનાર ત્રણ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ એટલે કે અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સો દ્વારા ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી નામના યુવકની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં રહેતા ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી નામના યુવકની વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામના સર્વે નંબર-૪૨૦ પૈ.૭ ૩૧૬-૦૮-૩૦ ચો.મી. જમીન આવેલી છે. જેને અનઅધિકૃત રીતે મનજીભાઇ રાયમલભાઇ જખાનીયા, જીતુભા ભરતસિંહ જાડેજા અને પમાભાઇ દેવશીભાઇ પરમારે પચાવી પાડવાના આશયથી ગેરકાયદેશર કબ્જો કરી એકબીજાને મદદગારી કરી એકસંપથી પોતાના અંગત લાભ માટે પોતાનો અનઅધિકૃત કબ્જો આજદિન સુધી કરી લેતા ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!