મોરબી: મોરબીમાં વિદેશી દારૂ બિયર સાથે બે મોટા માથાને પોલીસે દબોચી લીધા હતા.જેમાં દારૂ-બિયર સાથે સીરામીકનો નોકરિયાત અને કાપડનો વેપારી પોલીસની ઝપટે ચઢી જતા પોલીસે બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરેલ હતી.
મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપીઓ જતીનભાઇ છગનભાઇ માકાસણા ઉ.વ.૨૬ ધંધો-સીરામીકમા નોકરી રહે- ધર્મમંગલ સોસા., લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, પહેલો માળ, ૧૦૧ મહેંદ્રનગર મોરબી-૨ મુળગામ-કુંતલપુર તા.મુળી જી. સુ.નગર તથા કેતનભાઇ ઘરશ્યામભાઇ વરમોરા ધંધો- પબજી ફેસન (કપડાનો સો રૂમ) રહે-ઘુંટુ, નવસર્જન વિધ્યાલયની સ્કુલ પાસે, તા.જી.મોરબી મુળગામ- સરા, તા.મુળી જી.સુ.નગરવાળાને ધર્મમંગલ સોસા., લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, પહેલો માળ, ૧૦૧ મહેંદ્રનગર મોરબી-૨ ખાતે આરોપીના ભોગવટાવાળા રહેણાંક મકાનેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર ટીન જેમા બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કિ ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૩૬ કી.રૂ-.૩૦,૬૦૦ તથા મેકડોવેલ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કિ ફોર સેલ ઇન દીલ્હી લખેલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૩૫ કી.રૂ.૧૩,૧૨૫ તથા બીરા સુપર સ્ટ્રોન્ગ બુમ બીયર ટીન ૫૦૦ મી.લી. ના નંગ-૧૨૦ કી.રૂ.૧૨,૦૦૦ એમ કુલ બોટલ નંગ-૭૧ તથા બીયર ટીન નંગ-૧૨૦ એમ કુલ કિ.રૂ.૫૫,૭૨૫નો પ્રોહી મુદામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા બન્નેને ઝડપી લીધા હતા.