મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકો દિકરા-દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જોડાવા તમામ સમાજના માતાપિતાએ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. આ ફોર્મ તારીખ: ૩૧-૩-૨૦૨૨ સુધીમાં કાન્તિલાલ ડી. બાવરવા (૧૦-રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસસ્ટેશન સામે, શનાળા રોડ, મોરબી.) ફોર્મ ભરી પહોંચાડવા અનુરોધ કરાયો છે.