મોરબી : મોરબીમાં રમતા રમતા ગરમ માટીના ઢગલામાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પો.સ્ટેમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વિશાલ અરવિંદભાઇ ગણાવા (ઉ.વ. ૦૨ રહે હાલ મોરબી રંગપર ગામની સીમ વીરાટનગર ગાયત્રી ગળદા પ્લાંટના કારખાનામાં તા.જી.મોરબી મુળ રહે સાણદા ગામ તા.ભાભર જી.અલીરાજપુર એમ.પી.) વાળો ગત તા.૩૧/૦૭/૨૦૨૨ ના સવારના દશેક વાગ્યાના સમયે મોરબીના રંગપર વીરાટનગર ગાયત્રી ગળદાના કારખાનાના ગ્રાઉન્ડમાં ટ્રક વાળાએ ગરમ માટીનો ઢગલો કરતા જે ગ્રાઉન્ડમાં ફેલાતા અને વિસાલભાઇ રમતા રમતા ગરમ માટીમાં જતા અને ગરમ માટીમાં પડી જતા તેને બચાવા તેમની માતા ભુરીબેન દોડતા બને અકસ્માતે દાઝી જતા પ્રથમ મોરબી કિષ્ના હોસ્પિટલે બાદ જામનગર સરકારી હોસ્પિટલ અને ત્યાથી દાહોદ કે.કે.સર્જીકલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ જતા ત્યા ભોગ બનનારનો પુત્ર વિસાલભાઇ ઉવ. ૦૨ વાળો દાહોદ કે.કે.સર્જીકલ હોસ્પિટલમાં તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ આખા શરીરે દાઝેલ હોય અને ચાલુ સારવાર દરમ્યાન તા. ૦૬/૦૮/૨૦૨૨ ના વાગ્યે મરણ જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.