મોરબી જિલ્લામા આજે વધુ એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં 3 વર્ષનો બાળક રમતા રમતા ગરમ પાણીમાં પડી ગયા બાદ તેનું સારવારમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના બેલા ગામેં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો જીગ્નેશભાઇ ભરતભાઇ સોલંકી નામનો પુત્ર પોતાના ઘરે રમતો હતો આ દરમિયાન રમતા-રમતા ઘરમાં રહેલી ગરમ પાણીની ડોલમાં પડી જતા દાઝી ગયો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.