મોરબીના રવાપર ગામ ખાતે આવેલ પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ ફલેટમાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક બાળ કિશોરે અંગતસ્વાર્થ માટે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસે બાળકિશોરને મુદામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોકનં.૭૦૩ ખાતે રહેતા કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણી સવારના પોતાના પરીવાર સાથે લગ્ન પ્રસંગમા ગયેલ હોય અને બપોરે બે વાગ્યાના સમયે ઘરે આવતા અંદરથી લોક મારેલ હોય જેથી દરવાજો નહી ખુલ્લતા પાછળથી જઇ જોતા તેમના રહેણાંક મકાનમા કબાટમાથી સોનાની માળા તેમજ સોનાની બંગડી રૂ.૧,૬૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી થઇ હોવાનું તેઓને જાણવા મળ્યું હાટુ. જેને લઈ તેઓએ મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઇ મોરબી સીટી એ-ડીવીજન પોલીસે સી.સી.ટી.વી.ના આધારે તેમજ હયુમન સોર્સીસની મદદથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી એસ.પી. રોડ ઉપર ઇસમ ચોરી કરેલ મુદ્દામાલ સાથે હોવાની ચોકક્સ હકિકત મળતા બાળકિશોર હકિકત વાળી જગ્યાએથી મળી આવતા તેની પાસેથી ચોરીમા ગયેલ સોનાની માળા તથા સોનાની બંગડી તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી આવેલ કુલ રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.