મોરબી જિલ્લામાં આવેલ નવલખી નજીકના દરિયામાં આજે કોલસો ભરેલ બાર્જ ડૂબી ગયા હોવાની દુર્ઘટના સર્જાઈ હતી.
જેમાં મોરબી જિલ્લાના નવલખી બંદર પર ઇન્ડોનેશિયા થી કોલસા આવે છે જેને આ બંદર પર લેન્ડ કરાવવામાં આવે છે .જેમાં વિદેશ થી કોલસો ભરીને આવતા વિશાળ જહાજને વેસેલ કહેવામાં આવે છે જે મહાકાય આકારનું હોવાથી છેક જેટી સુધી આવતું નથી જેથી જેટી થી થોડે દુર ઉભું રાખીને નાના જહાજ બાર્જ દ્વારા કોલસાને બંદર સુધી લઈ આવવમાં આવે છે જેમાં એવુ જ એક સિદ્ધ સાગર નામનું શ્રીજી શિપિંગ કંપની ની માલિકી નું બાર્જ વિદેશ થી કોલસો ભરીને આવેલ વેસેલ માંથી અંદાજીત ૧૫૦૦ ટન જેટલો કોલસો ભરીને નવલખી બંદર તરફ આવી રહ્યું હતું ત્યારે કોઈ ખામી સર્જાતા અચાનક જ ડુબવા લાગ્યું હતું અને જોત જોતામાં આ બાર્જ જે પણ સામાન્ય આકારનું નથી હોતું તે કરોડો ના કોલસાના જથ્થા સાથે જળ સમાધિ લઈ લીધી હતી.